Song: Neender Bhari Re
Singer: Lalitya Munshaw
Music: Avinash Vyas
Lyrics: Jhaverchand Meghani
Album: Halarda
નીંદર ભરી રે ગુલાલે ભરી
મારા લાડકાની આંખડી નીંદર ભરી
મારા દીકરાની આંખડી નીંદર ભરી
નીંદર ભરી રે ગુલાલે ભરી
મારા લાડકાની આંખડી નીંદર ભરી
મારા દીકરાની આંખડી નીંદર ભરી
નવલખ તારાની
ચુંદડી ઓઢી
નીંદર રાણી
આવશે દોડી
નવલખ તારાની
ચુંદડી ઓઢી
નીંદર રાણી
આવશે દોડી
સપના લે આવશે સોનપરી
મારા લાડકાની આંખડી નીંદર ભરી
મારા દીકરાની આંખડી નીંદર ભરી
નીંદર ભરી રે ગુલાલે ભરી
મારા લાડકાની આંખડી નીંદર ભરી
મારા દીકરાની આંખડી નીંદર ભરી
ચચાંદાએ ભાઈલાને દીધી ચાંદપોળી,
પૂનમની પોરણપોળી ઘી માં ઝબોળી
મારા ભૂલકાને દેશે કોઈ સુંદર પરી,
મારા લાડકાની આંખડી નીંદર ભરી
મારા દીકરાની આંખડી નીંદર ભરી.