#jayadhyashakti #rutvipandya #navratri
Producer : Dharmang Pandya
Singer : Rutvi Pandya
Music : Yash Barot
Lyrics : Shivanand Swami
Flute : Shreyas Dave
Shehnai : Nilesh Dhumal
Keyboard : Mihir Pandya
Additional Rhythm : Paresh Patel
Backing Vocals : Bansari Maisuriya
Himadri Brahmbhatt
Balin vyas
Sneh Patel
Recording Engineer : Vishal Makwana
Mix & Mastered By : Pujit Pandya
Recorded At : Studio Yash
Video Credits : Hemang Thakkar
Publicity Desings : Jey Artist
Special Thanks : Bipin Solanki
Ravi Chavda
Instagram- www.instagram.com/rutvipandyamusic
Facebook- www.facebook.com/rutvipandyamusic
For inquiry call on : 7046868331
Inquiry : rutvipandyamusic@gmail.com
Lyrics :
Jay Adhya shakti
જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા (2)
પડવે પ્રગટ્યા મા,
ઓમ જય હો જય હો મા જગદંબે…
દ્વિતિયા બે સ્વરૂપ શિવ શક્તિ જાણું, મા શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાઉ (2), હર ગાઉ હરમા
ઓમ જય હો જય હો મા જગદંબે…
તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા, મા ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી (2) તુ તરવેણી મા
જય હો જય હો મા જગદંબે…
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, મા સચરાચર વ્યાપ્યાં
ચાર ભુજા ચૌદિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં,
ઓમ જય હો જય હો મા જગદંબે…
પંચમે પંચ ઋષિ, પંચમે ગુણ પદ્મા
પંચ તત્વ ત્યાં સોહિયે (2), પંચે તત્વોમાં
ઓમ જય હો જય હો મા જગદંબે…
ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો, મા મહિસાસુર માર્યો
નર નારીના રૂપે (2), વ્યાપ્યાં સર્વેમા
જય હો જય હો મા જગદંબે…
સપ્તમી સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી માં સંધ્યા સાવિત્રી
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા
ઓમ જય હો જય હો મા જગદંબે…
અષ્ટમી અષ્ટ ભુજા આયી આનંદ, મા આયી આનંદા (2)
સુરનર મુનીવર જનમ્યા (2) દેવ દૈત્યો મા
ઓમ જય હો જય હો મા જગદંબે…
નવમી નવકુળ નાગ સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા
ઓમ જય હો જય હો મા જગદંબે…
દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય વિજયા દશમી
રામે રામ રમાડયા, (2) રાવણ રોળ્યો મા
જય હો જય હો મા જગદંબે…
એકાદશી અગિયારસ કાત્યાયની કામા મા કાત્યાયની કામા
કામદુર્ગા કાળીકા (2), શ્યામાને રામા,
ઓમ જય હો જય હો મા જગદંબે…
બારસે બાળારૂપ બહુચરી અંબામા, મા બહુચરી અંબામા
બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા,
ઓમ જય હો જય હો મા જગદંબે…
તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે તારૂણી માતા
બ્રહમાવિષ્ણુ સદાશિવ (2), ગુણતારા ગાતા
જય હો જય હો મા જગદંબે…
ચૌદશે ચૌદા સ્વરૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો, સિંહ વાહિની માતા,
જય હો જય હો મા જગદંબે…
પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, મા સાંભળજો સાંભળજો કરુણા
વસિષ્ઠ દેવે વખાણ્યાં માર્કુન્ડ મૂની એ વખાણ્યાં, ગાઈ શુભ કવિતા
ઓમ જય હો જય હો મા જગદંબે…
સવંત સોળસત્તાવન સોળસે બાવીસમા, મા સોળસે બાવીસમા
સવંત સોળમાં પ્રગટયાં (2) રેવાને તીરે, માં ગંગાને તીરે,
જય હો જય હો મા જગદંબે…
ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી, માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી, જય હો જય હો મા જગદંબે…
એકમ એક સ્વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
ભોળા ભવાની ને ભજતાં (2) ભવ સાગર તરશો,
ઓમ જય હો જય હો મા જગદંબે
શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે, માં જે કોઈ ગાશે
ભણે શિવાનંદ સ્વામી (2), સુખ સંપત્તિ થાશે
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે,
જય હો જય હો મા જગદંબે…
ભાવ ના જાણુ ભક્તિ ના જાણુ નવ જાણુ સેવા
મા નવ જાણુ સેવા
વલ્લભ ભટ્ટને આપી ચરણોની સેવા
જય હો જય હો મા જગદંબે…
માની ચુંદડી લાલ ગુલાલ શોભા બઉ સારી
મા શોભા બહુ સારી
આંગણ કુકડ નાચે…૨, જય બહુચર વાળી
જય હો જય હો મા જગદંબે…
જય હો જય હો મા જગદંબે…4
कर्पूरगौरं करुणावतारं, संसारसारं भुजगेन्द्रहारम् ।
सदावसन्तं हृदयारविन्दे, भवं भवानीसहितं नमामि ॥1॥
मंगलम भगवान विष्णुमंगलम गरुड़ ध्वजामंगलम पुंडरीकाक्षमंगलाय तनो हरी ।
सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके ।
शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते।।